ગુજરાત સરકાર દ્વારા ચારુસેટ યુનિ.ને સુપર કમ્પ્યુટરની ભેટ

Wednesday 03rd July 2019 08:47 EDT
 

આણંદઃ રાજ્યસરકારના ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ચરોતર યુનિ. ઓફ સાન્યસ એન્ડ ટેકનોલોજીને સુપર કમ્પ્યુટરની ભેટ મળી છે. આ સુપર કોમ્પ્યુટર હાલના કમ્પ્યુટર કરતાં ૩૦ ગણું શક્તિશાળી હશે. ચારુસેટમાં ચાલતા સ્નાતક, અનુસ્નાતક પ્રોગ્રામ્સમાં સુપર કમ્પ્યુટરને લગતાં અભ્યાસક્રમો ઉમેરાશે જેથી વિદ્યાર્થીઓ આ વિષયમાં તજજ્ઞ બની શકે. આ કમ્પ્યુટરનું સંચાલન યુનિવર્સિટી સ્થિત ચંદુભાઈ એસ. પટેલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી હેઠળ સંચાલિત આઈટી એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરાશે. આ પ્રસંગે ચારુસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, સેક્રેટરી ડો. એમ. સી. પટેલ, ચારુસેટની આ ઉપલબ્ધિને બિરદાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter