ઘનશ્યામ સ્વામી સામે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યોની અરજી

Tuesday 15th September 2020 07:33 EDT
 
 

વલ્લભ વિદ્યાનગરઃ વડતાલ મંદિરમાં પૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા શિષ્ય વેદાંત વલ્લભસ્વામીનો વાઈરલ વીડિયો ચર્ચામાં છે. ૩૨ પાનાની પત્રિકા તથા આ વાઈરલ વીડિયોથી કહેવાતા લંપટ સાધુનો ચહેરો ખુલ્લો પડી ગયો એવો રોષ કેટલાક હરિભક્તોએ વ્યક્ત કર્યો છે. ૧૧મી સપ્ટેમ્બરે વેદાંત વલ્લભસ્વામી સત્સંગીઓના સહારે ૧૦૦ દિવસ બાદ બહાર નીકળીને વડોદરા પાસેના કરજણ પોલીસ મથકે પહોંચ્યા હતા. શિષ્યએ પોલીસમાં ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેઓના મદદગાર દિવ્યવલ્લભ સ્વામી, વિજ્ઞાનસ્વરૂપસ્વામી, પાર્ષદ રણછોડભગત, વિવેકવલ્લભસ્વામી, રસિક વલ્લભસ્વામી, નિષ્કામસ્વામી અને દર્શન વલ્લભસ્વામી વિરુદ્ધ ગુનો નોંધવા અરજી આપતાં જ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વેદાંત વલ્લભદાસે કંડારી ગુરુકુળના કાર્યક્ષેત્રમાં આવતા કરજણ પોલીસ મથકે ગુરુ ઘનશ્યામસ્વામી સહિત પાપના ભાગીદાર સહયોગી મદદગારી સંતો, પાર્ષદ વિરુદ્ધની ફરિયાદમાં જણાવ્યુ કે, ૨૦૧૩થી ૨૦૧૯ સુધીમાં ઘનશ્યામ શાસ્ત્રીએ લગભગ ૩૫થી ૪૦ વખત સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો આચર્યાં છે. તેમાં આણંદ જિલ્લાના નાવલી ગામે આવેલા સ્વામીનારાયણ સંસ્કારપીઠ નાવલી ગુરુકુળ, વડોદરા પાસેના કંડારી ગુરુકુળ, સુરેન્દ્રનગર જિલ્લાના લોયા ગામે આવેલા લોયાધામ મંદિર, ખેડા જિલ્લાના વડતાલ સ્વામીનારાયણ મંદિર, મહેસાણાના એક હરિભગતના ઘરે રાત્રીરોકાણ સમયે, ધાંગધ્રામાં આવેલા સ્વામીનારાયણ ગુરુકુળમાં સતત શિબિર દરમિયાન, જેતપુરમાં અમૃત મહોત્સવ દરમિયાન એક પ્રાઇવેટ ફાર્મહાઉસમાં અકુદરતી સેકસનો અત્યાચાર ગુજાર્યો છે. પોલીસે આ ફરિયાદ અંગે કાર્યવાહી આગળ ધપાવી છે.

યુએસ સત્સંગ સમાજની ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી સામે પગલાંની માગ

વિદ્યાનગરઃ અમેરિકામાં રહેતા સત્સંગી નિરંજન પટેલ, ભદ્રેશ પટેલ, પ્રદીપ પટેલ, રજની પટેલ, ઘનશ્યામ પટેલ, ત્રિભોવનદાસ પટેલ, રાજુભાઈ દેસાઈ વગેરેએ ‘વ્રતાલયે સઃ ભગવાન જયતીર સાક્ષાત ધર્મો રક્ષિત રક્ષિત, ધર્મ એવં રતો હન્તિ’ના નામે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિદેશસ્થિત સત્સંગીઓએ ભારે આક્રોશ સાથે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રીની કામલીલાથી વ્યથિત થઈને સ્વામી આરોપોનું ટૂંકમાં વર્ણન કરીને જણાવ્યું છે કે, સાધુ વેદાંત વલ્લભસ્વામીએ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી અને તેમના સહભાગીઓએ શિષ્યો સાથે દુષ્કર્મો આચર્યા એ વિશે લખેલાં ૩૨ પાનાનં પત્ર પરથી કહી શકાય કે આ ગુરુ સાધુના વેશમાં શેતાન છે. દંભી, પાખંડી, કામી અને લંપટ છે. ગુરુકુળમાં ભણતા બાળકો અને સંતો સાથે અનૈતિક સૃષ્ટિ વિરુદ્ધ કામલીલા અધમ કૃત્ય છે. સહયોગી નિષ્કામ સ્વામી ગુરુની મહત્તા સતત સમજાવી બ્રેઈન વોશ કરે છે તે અયોગ્ય છે. વહેતી થયેલી વાતો પ્રમાણે, ગુરુ સોગંદ વચન લેવડાવે છે. હું જે કહું તેમાં શંકા કરવી નહીં તો જ લક્ષ્યને પામશો. ગુરુને પોતાની કામવાસના સંતોષ્યા બાદ જ ઊંઘ આવતી. નાના સાધુ ભણતા બાળકોને માનસિક રીતે તૈયાર કરવા ગુરુની સેવામાં મોકલવા, સમજાવવા, દેખરેખ રાખવા માટે દિવ્ય વલ્લભસ્વામી, નિષ્કામ સ્વામી, વિજ્ઞાન સ્વામી, રસિક સ્વામી અને રણછોડ ભગત ફરજ બજાવતા. જો કોઈ કામલીલાની સેવામાં ન જોડાય તો પોલીસ કેસ, પગ તોડી નાંખવાની ધમકી અપાતી. ગુરુને ઉત્તેજિત થવા શિલાજિત, કસ્તૂરી જેવી દવાઓ લેતા. તેથી આચાર્ય રાકેશપ્રસાદ મહારાજને આ મુદ્દે યોગ્ય કડક તટસ્થ પગલાં ભરવા અમેરિકાના ડલાસ, કેલિફોર્નિયા, એરિઝોના, શિકાગો, ન્યૂ જર્સી, સાન્ડ્રોઝના સત્સંગ સમાજના અગ્રણીઓએ માગ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter