ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનીયર ભીખુભાઇ પટેલના 75મા જન્મદિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ડો. ઈંદ્રજિત એન. પટેલ (પ્રોવોસ્ટ, સીવીએમ યુનિવર્સીટી), ડો. વિનય જે. પટેલ (પ્રિન્સિપાલ, બીવીએમ), પ્રો. પ્રદીપ પટેલ (ઉપપ્રમુખ), ભાસ્કરભાઈ દેસાઈ (માનદ મંત્રી), ડો. એસ.વી. વૈષ્ણવ (ટ્રસ્ટી), ડો. એમ.એન. પટેલ, જાગૃતભાઈ ભટ્ટ (એમડી, કેપ્રીએની હેરિસન વાલ્વ્સ પ્રા.લિ.), દિગંત શાહ (એમડી, સુજાકો ઈન્ટીરિયર પ્રા.લિ.), નીતિનભાઈ પટેલ (માનદ સહમંત્રી), વિનોદભાઈ પંચાસરા (માનદ સહમંત્રી), ચારુદત્ત પટેલ (ટ્રેઝરર) તેમજ ભીખુભાઇ પટેલના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે સંસ્થાના સહુ મહેમાનોએ ભીખુભાઇ પટેલને 75મા જન્મદિવસે હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. જ્યારે બીવીએમ એલ્યુમની એસોસિએશન દ્વારા ભીખુભાઇ પટેલનું સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

