ચારુસેટ અને લિસોથો (સાઉથ આફ્રિકા)ના પ્રતિનિધિઓ વચ્ચેે શૈક્ષણિક ક્ષેત્રે આદાનપ્રદાન

Wednesday 19th October 2016 08:06 EDT
 

આણંદઃ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગવી ઓળખ પ્રાપ્ત કરનાર અને તાજેતરમાં જ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ (એનએસસી) દ્વારા એ ગ્રેડ પ્રાપ્ત કરનાર ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે તાજેતરમાં આફ્રિકાસ્થિત લિસોથો સરકારના વિશેષ પ્રધાનમંડળે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનું આયોજન વડોદરા ખાતે આયોજિત સ્વીચ એક્ષપો ૨૦૧૬ના માધ્યમ થકી કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ચારુસેટ યુનિવર્સિટી અને લિસોથો સરકાર વચ્ચે સંકલન અને સહકાર સાધી શૈક્ષણિક અને સંશોધન પ્રવૃત્તિઓ માટે અરસપરસ સહકાર કેળવવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter