ઝાંખરામાં ઢસડીને કિશોરી પર બે નરાધમોનો બળાત્કાર

Wednesday 04th December 2019 05:51 EST
 

વડોદરાઃ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી ૨૮મી નવેમ્બરની ઢળતી સાંજે તેના ફિયાન્સ સાથે પેલેસ નજીકના નવલખી કંપાઉન્ડમાં આવેલા જીઇબી ક્વાટર્સ પાસેની અવાવરુ જગ્યામાં એક્ટિવા પાર્ક કરીને બેઠી હતી. કિશોરી બહેનપણીના ઘરે જવાનું છે કહીને ઘરેથી નીકળી હતી. કિશોરી અને તેનો ફિયાન્સ યુવક સાડા સાત વાગ્યે રફાઇસાબ દરગાહ ખાતે ગયા હતાં અને ત્યાંથી નવલખી કંપાઉન્ડમાં ફરવા ગયા હતા.
કમ્પાઉન્ડમાં ઝાડી વિસ્તારમાંથી લાકડાનાં ધોકા લઇને ધસી આવેલા બે યુવકોએ પોલીસની ઓળખ આપીને કિશોરીના ફિયાન્સને ફટકારીને ત્યાંથી ભગાડી મૂક્યો હતો. એ પછી ઝાંખરામાં ઢસડી જઇને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી સાથે દુષ્કૃત્ય આચર્યા બાદ ભાગી છૂટેલા નરાધમોને શોધવા માટે પોલીસે સવારે છ વાગ્યા સુધી ઝાડી ઝાંખરાવાળો સમગ્ર વિસ્તાર ખૂંદી નાંખ્યો હતો, પણ આરોપીઓ મળ્યા નહોતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter