ધ્વજ વંદન વખતે કરંટ લાગતા બે વિદ્યાર્થીનાં મોત

Wednesday 21st August 2019 09:31 EDT
 

વડોદરાઃ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઇસ્કૂલમાં ધ્વજવંદન કરતી વખતે થાંભલો ઊંચો કરવા જતા કરંટ લાગતા બે વિદ્યાર્થીઓનાં મોત નીપજ્યા છે. હાઇસ્કૂલની બેદરકારીને કારણે બે વિદ્યાર્થીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાનો આરોપ છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કેણપુર ગામની હાઈસ્કૂલમાં ૧૫મીએ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો-૧૦માં અભ્યાસ કરતા દીપક અભેસિંહ રાણા અને ગણપત નાથાભાઇ વડવઇ નામના બે વિદ્યાર્થીઓને ધ્વજવંદન માટે લોખંડની પાઇપ ઊભી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બંને વિદ્યાર્થીઓ લોખંડની પાઇપ ઉભી કરવા ગયા હતા. જોકે માધ્યમિક હાઈસ્કૂલની બિલ્ડીંગ પરથી પસાર થતાં જીવંત વાયરો સાથે થાંભલો અડી જતા બંને વિદ્યાર્થીના કરંટ લાગવાથી મોત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter