પોર ગામમાં ક્લોરિન ગેસ લિક થતાં લોકો રસ્તા પર આવી ગયા

Wednesday 19th April 2017 09:12 EDT
 
 

વડોદરાઃ પોર ગામના નવીનગરીમાં ૧૩મી એપ્રિલના રોજ રાત્રે પાણીની ટાંકી પાસેના પાણી શુદ્ધિકરણ માટે મૂકેલા સિલિન્ડરમાંથી ક્લોરિન ગેસ લિકેજ થતાં સમગ્ર નવીનગરીમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ક્લોરિન ગેસની એકસાથે ૫૦થી વધુ લોકોને અસર થઈ હતી અને એક હજારથી વધુ વસ્તી મેઈન રોડ પર આવી ગઈ હતી. નવીનનગરીમાં આશરે ૨૫૦થી વધુ મકાનો આવેલાં છે. તેમાં મોટાભાગના મધ્યમ અને શ્રમજીવી પરિવારો રહે છે.




to the free, weekly Gujarat Samachar email newsletter