બળાત્કારી તબીબ પ્રતીક જોશી વેલણવાડાના ખેતરમાંથી ઝડપાયો

Wednesday 20th June 2018 09:02 EDT
 
 

વડોદરા-દિવડા કોલોનીઃ વડોદરા નજીક આવેલા અનગઢનો સેક્સકાંડમાં ફરાર ડોક્ટર પ્રતીક જોશી ૧૭મીએ રાત્રે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલા પોતાના વતન વેલણવાડાના ખેતરમાંથી ઝડપાઇ ગયો હતો. તેની ધરપકડ કરીને વડોદરા લવાયો છે. અનગઢમાં હરિઓમ ક્લિનિક ધરાવતા પ્રતીક જોશી વિરુદ્ધ એક મહિલાએ હિંમત દાખવીને પોલીસમાં ફરિયાદ કરી હતી કે તબીબ મહિલાઓની છેડતી કરતી હોય તેવી વીડિયો ક્લિપ તેનો કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ બનાવે છે. એ પછી એ વીડિયો ક્લિપ જાહેર કરવાની ધમકી આપીને પ્રતીક મહિલા દર્દીઓ પર બળાત્કાર ગુજારે છે.

મહિલાની ફરિયાદ પછી નંદેસરી પોલીસે ડોક્ટર પ્રતીક જોષી અને તેના કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ સામે બળાત્કાર અને વીડિયો ક્લિપ જાહેર કરવા બદલ ગુનો નોંધી દિલીપની ધરપકડ કરી હતી. દિલીપે આવી છથી સાત મહિલાઓનો વીડિયો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. બીજી તરફ ડોક્ટર પ્રતીક ગાયબ થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રતીકની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter