ભાદરણમાં કેમિકલ ભરેલી ટ્રેક પલટી જતાં સ્થાનિકોનું સ્થળાંતર

Wednesday 08th August 2018 06:54 EDT
 
 

બોરસદ: આણંદ નજીક આવેલા ભાદરણ ગામમાં બ્રોમીન નામના કેમિકલ ભરેલી ટ્રક ૩જી ઓગસ્ટે પલટી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા જ આગ ભડકી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટાં ફેલાયાં હતાં. આ તાકીદની સ્થિતિમાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આસપાસના રહેણાંક વિસ્તારને ખાલી કરી લોકોનું સ્થળાંતર કરાયું હતું. જેના કારણે સમગ્ર ભાદરણ પંથકમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
૨૫૦થી વધુનું સ્થળાંતર
ભાદરણના અકસ્માતના ગંભીરતાના પગલે લોકોને સલામત સ્થળે ખસેડવા સાથે શ્વાસોશ્વાસમાં તકલીફ ન પડે તે માટે પાણીમાં પલળેલા માસ્ક આપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત લોકોને સોડા પીવડાવવામાં આવે છે, ડુંગળી મસલીને અપાઇ હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડનો કાફલો ઉપરાંત ઓએનજીસીની ટીમ, આરોગ્ય ટીમ, ડિઝાસ્ટરની ટીમ પહોંચી હતી. જ્યારે પોલીસે પણ સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર પર નિયંત્રણ મુક્યું હતું. આ ઘટના સ્થળથી નજીકનો આખો વિસ્તાર ખાલી કરાયો હતો. અંદાજે ૨૫૦થી વધુ વ્યક્તિનું સ્થળાંતર કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter