મોદી-સાંચેઝ કાફલો અટકાવી દિવ્યાંગ દિયાને મળ્યા

Thursday 31st October 2024 05:43 EDT
 
 

વડોદરામાં રોડ શો દરમિયાન નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝે એક દિવ્યાંગ છાત્રાને મળી લોકોના દિલ જીતી લીધા હતા. દિવ્યાંગ દિયા ઉત્તમ ચિત્રકાર છે અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. તે બન્ને વડાપ્રધાનના જાતે દોરેલા ચિત્રોની ફ્રેમ લઇને પરિજનો સાથે માર્ગ ઉપર ઉભી હતી. બન્ને વડાપ્રધાનની તેના પર નજર પડતાં જ કાફલો રોકી દઇને ખુલ્લી જીપમાંથી નીચે ઉતરી તેને મળવા પહોંચ્યા હતા અને દિયા પાસેથી ચિત્રોની ભેટ સ્વીકારી હતી.




to the free, weekly Gujarat Samachar email newsletter