મોરવા હડફના કોંગ્રેસના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું અવસાન

Monday 25th January 2021 04:14 EST
 

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સસ્પેન્ડેડ ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું લાંબી માંદગી બાદ ૨૨મીએ અવસાન થયું હતું. અમદાવાદમાં સારવાર માટે લઈ જતાં રસ્તામાં તેમનું અવસાન થાયું હતું. ભૂપેન્દ્ર ખાંટના અવસાનને પગલે તેમના વતન વીરણિયામાં પણ શોક વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ તેમને ઉમેદવારી ફોર્મમાં રજૂ કરેલું પ્રમાણપત્ર ખોટું હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરાયો હતો. જેને લઈ તેઓનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter