યુગાન્ડાના ગુજરાતીઓને ઇન્દિરાએ નાગરિકતા આપી હતી, હવે તોફાન કેમ?

Wednesday 04th March 2020 05:33 EST
 

રાજપીપળા: કેવડિયા ટેન્ટ સિટી -૨ ખાતે ઇન્ડિયા આઇડિયાઝ કોન્કલેવના બીજા દિવસે ૨૯મી ફેબ્રુઆરીએ સીએએ અને એનઆરસી, કાશ્મીરી પંડિતો અને રામ મંદિરના મુદ્દે વિરોધીઓ પર આકરા પ્રહાર થયા હતાં. ઇન્દિરા ગાંધીએ યુગાન્ડાના ગુજરાતીઓને નાગરિકતા આપી, તેમને નાગરિક્તા આપી, તેમને નાગરિકતા આપી, તેમને નાગરિકતા માટે મનમોહનસિંહે પત્ર લખ્યો હતો તો અત્યારે આ તોફાન કેમ ઉભું થયું? તેમ દેશના કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું. રવિશંકર પ્રસાદે દિલ્હીમાં હિંસક ધમાલ અંગે જણાવ્યું હતું કે, ધમાલ ગમે ત્યાં થાય તે ખોટું જ છે. ધમાલમાં બધાએ સાથે મળીને શાંતિથી કામ લેવું જોઇએ.
ઉત્તેજના ફેલાવવી ન જોઇએ. આરએસએસના જોઇન્ટ જનરલ સેક્રેટરી કૃષ્ણા ગોયેલે રામ મંદિરનો વિરોધ કરતા રાજકીય નેતાઓ પર કટાક્ષ રજૂ કર્યો હતો. જ્યારે જમ્મુ કાશ્મીરના ભાજપ પ્રમુખ સુરેન્દ્ર રૈનાએ કાશ્મીરમાં પંડિતોને પાછા લાવવાની કામગીરી શરૂ કરવાનો સંકેત આપ્યો હતો. ઇન્ડિયા આઇડિયાઝ કોંકલેવના ઇદ્વાટન સત્રમાં આસામના મુખ્ય પ્રધાન સરબાનંદ સોનોવાલ, ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવ સહિત આગેવાનો હાજર રહ્યા બાદ બીજે દિવસે ૨૮મી ફેબ્રુઆરીએ પણ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, જમ્મુ કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈના અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જનરલ સેક્રેટરી કૃષ્ણા ગોયલ સહિત મીડિયાના સિનિયર એડિટરો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter