લકઝરી બસે ત્રણ કારને અડફેટે લેતાં ૯નાં મૃત્યુ

Wednesday 09th November 2016 12:01 EST
 

વડોદરાઃ કરજણ પાસેના હાઈવે પર છઠ્ઠી નવેમ્બરે રાતે પૂરપાટ દોડતી રાજસ્થાન પાસિંગની એક લકઝરી બસના ચાલકે ભરુચથી વડોદરા તરફ જતી એક પછી એક એમ ત્રણ કારને અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં બે કાર ચગદાઈ ગઈ હતી. એક કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ પુરુષો, બે સ્ત્રીઓ અને ચાર બાળકોનાં કરુણ મોત નીપજ્યાં હતાં જયારે ૧ બાળક સહિત ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

બનાવના પગલે હાઈવે પર બંને તરફ એક કિલોમીટર સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસ કાફલાએ ઘટનાસ્થળે દોડી જઈ મૃતદેહોને ઘટનાસ્થળેથી ખસેડી ઈજાગ્રસ્તોને કરજણની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter