વડોદરાના સાવલીમાં ધારાસભ્ય કેતનભાઇ ઇનામદાર દ્વારા યોજાયેલા 11મા ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આર્થિક નબળા વર્ગના 751 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખ-સમૃદ્ધ જીવન માટે આશીર્વાદ આપ્યા હતા.


