વડોદરામાં અમેરિકન નાગરિકનું રહસ્યમય મોત

Wednesday 09th November 2016 12:04 EST
 

વડોદરાઃ માંજલપુરમાં આવેલા સનસિટી પેરેડાઇઝ ડુપ્લેક્ષમાં ચોથીએ વહેલી સવારે અમેરિકન સિટીઝન જ્યોર્જ એલેકઝાન્ડર ચોસ્કી (ઉ.વ.૪૭)નું અગાસી પરથી નીચે પટકાતાં મોત નીપજ્યું હતું. માંજલપુર પોલીસે હાલમાં કેસને અકસ્માતે મોત ગણાવીને વધુ તપાસ હાથ ધરી છે.

જ્યોર્જ પોતાની માતા ઝોફિયા સાથે ઇન્ડિયા ફરવા માટે આવ્યા હતા. બે મહિના અગાઉ જ્યોર્જે માંજલપુરમાં સનસિટી પેરેડાઇઝમાં મકાન ભાડે રાખ્યું હતું. જ્યોર્જ વહેલી સવારે ૩.૩૦ વાગે પોતાની અગાસીમાં કૂતરાને રમાડી રહ્યા હતા ત્યારે અચાનક ત્યાંથી નીચે પટકાતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક ૧૦૮ની મદદથી ખાનગી દવાખાને ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. માંજલપુર પોલીસે જણાવ્યા મુજબ જ્યોર્જ અગાઉ પણ બે વાર ભારત ફરવા આવી ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter