વડોદરામાં બન્યો વિશ્વનો સૌથી મોટો તંબૂરો

Wednesday 23rd August 2017 10:50 EDT
 
 

વડોદરાઃ તંબૂરો નારદ મુનિથી માંડીને મીરાંબાઈ અને નરસિંહ મહેતા સાથે જોડાયેલું વાદ્ય છે. સદીઓથી પ્રચલિત એવા તંબૂરા સાથે વડોદરાનું નામ અનોખી રીતે જોડાયું છે. વડોદરાના દુનિયાનો સૌથી મોટો તંબૂરો બનાવવામાં આવ્યો છે. વાજિંત્રો બનાવતા ધવલ મિસ્ત્રીએ ચાર દિવસમાં ૧૨ ફૂટનો તંબૂરો બનાવ્યો છે. જેના તંબૂરાનો ઘેરાવ ૧૨ ઇંચનો છે. આ તંબડુ મહારાષ્ટ્રથી મંગાવવામાં આવ્યું હતું. તંબૂરો ગુજરાતનું લોકવાદ્ય પણ ગણાતું હોવાથી આ તંબૂરો ગુજરાત સરકારને સુપ્રત કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રધાનની હાજરીમાં તંબૂરાને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter