વધુ મજબૂતાઈ ધરાવતા રંગીન ટાયરોની શોધ

Thursday 03rd November 2016 07:00 EDT
 

વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના પ્રાધ્યાપિકા અને સંશોધક વિદ્યાર્થિની ડો. સોનલ ઠાકોરે રબરને મજબૂત કરવા વપરાતા હાનિકારક કેમિકલની જગ્યાએ પર્યાવરણને નુકસાન ન કરે તેવા બાયોડિગ્રેડેબલ તત્ત્વોને વિકસાવ્યા છે. આ પોલિમર્સથી રંગીન અને મજબૂત ટાયરોનું ઔદ્યોગિક ઉત્પાદન થઈ શકશે. આ સંશોધનની તેમણે પેટન્ટ કરાવી લીધી છે. હજી સુધી મોંઘીદાટ કારોમાં પણ તેના ટાયરો કાળા જ ફીટ કરવામાં આવતાં હતાં. કારણ કે પ્લાસ્ટિક રબરને મજબૂત કરવા માટે તેમાં કાર્બન બ્લેક નામનું કેમિકલ ૪૦ ટકા જેટલું ઉમેરાય છે. આ કેમિકલ ઝેરી હોય છે, જે ઓઈલને બાળીને મેળવવામાં આવે છે. સોનલે જણાવ્યું કે, આ સંશોધન ૨૦૦૧થી ચાલતું હતું અને ૨૦૦૮માં યુજીસીએ રૂ. ૬.૮૩ લાખની ગ્રાન્ટ પણ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter