શ્રીમતી માલતીબહેન ચીમનભાઈ પટેલ ચારુસેટ મેડિકલ આઉટરિચ સેન્ટરમાં આંખના વિભાગનું ઉદઘાટન

Monday 26th October 2020 11:56 EDT
 
 

આણંદઃ વિદ્યાનગર રોડ પર શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થા સંચાલિત શ્રી છોટાભાઈ ભીખાભાઇ પટેલ છાત્રાલયમાં શ્રીમતી માલતીબહેન ચીમનભાઈ પટેલ ચારુસેટ મેડિકલ આઉટરિચ સેન્ટરમાં આંખના વિભાગનું ૨૪મી ઓક્ટોબરે માલતીબહેન ચીમનભાઈ પટેલ (ત્રાણજા/આણંદ/યુએસએ)ના હસ્તે રિબિન કાપીને ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે દાતા માલતીબહેન ચીમનભાઈ પટેલે સેન્ટરને રૂ. પાંચ લાખનું સંકલ્પ દાન પણ જાહેર કર્યું હતું. હવે આ સેન્ટરમાં આંખના રોગના વિભાગની OPD સેવા સોમવારથી શનિવાર સવારે ૯થી બપોરે ૧ સુધી ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના માનદ મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ સી. એ. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ-ચારુસેટના IT એડવાઈઝર અશોક પટેલ, CHRFના ઉપપ્રમુખ વીરેન્દ્ર પટેલ, CHRFના સહમંત્રી દિલીપ પટેલ, માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતભાઈ પટેલ, ચારુસેટના એડવાઈઝર ડો. બી. જી. પટેલ, આર. વી. પટેલ, બીપીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી, રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, સૂર્યકાન્ત પટેલ, ચંદ્રકાંત પટેલ, ભગવાનદાસ પટેલ, સુરેશ પટેલ, ભારતીબહેન પટેલ, પલ્લવીબહેન પટેલ, ચારુસેટની વિવિધ કોલેજોના પ્રિન્સિપાલ અને ચારુસેટ યુનિવર્સિટીની ચરોતર ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સ (CIPS) ઓપ્ટોમેટ્રી વિભાગનો સ્ટાફ વગેરે ઉપસ્થિત હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter