સંક્ષિપ્ત સમાચાર

Friday 28th November 2014 09:58 EST
 

વેરા ઓછા હશે તો કરચોરી ઘટશેઃ આણંદમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ (ઇરમા) દ્વારા ડો. વર્ગીસ કુરિયનની સ્મૃતિમાં ગત સપ્તાહે ત્રીજું વાર્ષિક મેમોરિયલ લેકચર યોજાયું હતું. જેમાં ઉપસ્થિત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પ્રો. રઘુરામ રાજને કહ્યું હતું કે, જો વેરાના દર હશે તો આપોઆપ કરચોરી ઘટશે અને જેથી આ નાણું (વિદેશમાં જવાના બદલે) દેશમાં જ રહેશે.

પાકિસ્તાની પ્રવાસીની સંખ્યા બમણી થઈઃ ગોધરા આવનારા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા આ વર્ષે બમણી થઇને ૧૮૦૦ પર પહોંચી છે. બીજી તરફ, પાકિસ્તાનથી આવતા નાગરિકોના વિઝા સંબંધિત દસ્તાવેજી પુરાવાની ચકાસણી દરમિયાન કેટલાક દસ્તાવેજ નકલી હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ઊઠી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter