સંતરામ મંદિરે ૨૦૦ મણ સાકરની વર્ષા

Wednesday 12th February 2020 05:42 EST
 
 

નડિયાદઃ ૧૮૯ વર્ષ પહેલાં મહા પૂનમે સંતરામ મહારાજે સમાધિ લીધી હતી ત્યારે આકાશમાંથી સાકર વર્ષા થઇ અને જ્યોત પ્રગટી હતી તેવી વાયકા છે. એ સમયથી દર વર્ષે મહા પૂનમે સાકર વર્ષાનો મહિમા ઊજવાય છે. આ વર્ષે પણ મહા પૂનમે સાંજના સમયે મંદિરના પટાંગણમાં અગાસી પરથી સંતો અને ભાવિકોએ ૨૦૦ મણ સાકરની વર્ષા કરી હતી. એ સમયે સંતરામ મંદિર ‘જય મહારાજ’ નાદથી ગુંજી ઊઠ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter