અમદાવાદઃ ગાંધી જયંતી - બીજી ઓક્ટોબરની મોડી રાત્રે મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ભાટિયા ટેકરી વિસ્તારમાં એક લઘુમતી માણસના ઘરમાં વિધર્મી યુવાનોએ પરણિત મહિલા પર ગેંગરેપ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. પીડિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ૩૫ વર્ષીય અનિત ખાન જરદીશખાન મહિલાને સંતરામપુર લઈ જઉં છું બોલીને પોતાના ઘરે લઈ ગયો હતો ત્યાં ઈમરાન હાજી મુલતાનીએ મહિલા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસને મળેલી માહિતી પ્રમાણે અનિત ખાન અગાઉ ફતેપુરા પાસે કોઈ ગામના સરપંચને ત્યાં ડ્રાઈવરની નોકરી કરતો હતો. ત્યાં વાહન અકસ્માત કેસ તેની પર થતાં તેને સરપંચે નોકરીમાંથી છૂટો કરી દીધો હતો. તેની પત્ની પણ તેનાથી ત્રાસીને અલગ રહેતી હતી. ગેંગરેપના આરોપીઓ પૈકીનો બીજા નંબરનો આરોપી ૩૦ વર્ષીય ઈમરાન મુલતાની સંતરામપુર એસટી ડેપો વિસ્તારમાં રહે છે.
મહિલાની ફરિયાદના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંનેની ધરપકડ કરી હતી અને એફએસએલ ટીમ દ્વારા ઘટનાસ્થળે પણ કેસની તપાસ કરાઈ હતી. પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ મહિલાનું નિવેદન લેવાયું હતું.