સાપે કરડતાં વૃદ્ધે સાપને કરડી ખાધો

Wednesday 08th May 2019 06:36 EDT
 

પંચમહાલઃ વડોદરા નજીક આવેલા અને મહીસાગર જિલ્લામાં અજનવા ગામમાં એક વ્યક્તિ સાપને બટકું ભરી લીધું. જો કે બાદમાં સાપને બટકું ભરનાર આ વ્યક્તિનું મોત નીપજ્યું. પર્વત ગાલા બારિયા નામના ૭૦ વર્ષની વૃદ્ધ વ્યક્તિ પોતાના ખેતરમાં કામ કરી રહી હતી તે સમયે જ ઝેરીલા સાપે તેમને દંશ માર્યો. સર્પે દંશ માર્યા બાદ સારવાર લેવાના બદલે પર્વત ગાલા બારિયાએ ઉલ્ટાનું સાપને જ બચકું ભરી લીધુ હતું. ગુસ્સે ભરાયેલા પર્વત બારિયાએ સાપને ખાઈ જવાની કોશિશ પણ કરી જોઈ હતી.
મૃતકના પુત્રવધુ લીલા બારિયાએ આ અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, પરિવારના એક વ્યક્તિએ સાપને પકડ્યો અને સળગાવી દીધો. સાથે જ મારા સસરાને હોસ્પિટલ લઈ જવાયા. પર્વત બારિયાને પહેલા લુણાવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમને ત્યાંથી પ્રાઈવેટ હોસ્પિટલ અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ચાર કલાકની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter