સાસરિયા એનઆરઆઈ યુવતીનું રૂ. પાંચ કરોડનું કરિયાવર ચાઉં કરી ગયા

Wednesday 16th May 2018 07:48 EDT
 

આણંદઃ ન્યૂ જર્સીમાં રહેતી વસોની યુવતી સાથે લગ્ન કરનારા ભાદરણના યુવક તેમજ તેના ભાઈ અને માતાએ લગ્ન સમયે આપેલું પાંચ કરોડનું કરિયાવર સગેવગે કરી દેતાં યુવતીએ ભાદરણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. એનઆરઆઈ યુવતી મૃગ્યાના લગ્ન ભાદરણના હાર્દિક કિરીટભાઈ પટેલ સાથે થયા હતા. મૃગ્યાએ આપેલું કરિયાવર અમેરિકા મોકલી આપીશું તેવી હૈયાધારણા તેને અપાઈ હતી, પરંતુ આ વાતને વર્ષો વીતવા છતાં તેમણે યુવતીને કંઈ મોકલ્યું નહીં. બીજી તરફ પિયર પક્ષના લોકોએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સાસરિયાઓએ તમામ વસ્તુ પચાવી પાડી હતી. તેથી યુવતીની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ હાર્દિક પટેલ, જેઠ કૃણાલ અને સાસુ રેખાબહેન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.

કરિયાવરમાં શું હતું?

• ૧૩ કિલોના સોનાના દાગીના
• સાડા પાંચ કિલો ચાંદી
• ચાંદીની માટલી
• ચાંદીની થાળી સેટ
• ૩૫૦ કિલોના સિક્કા
• ૧૭ લાખ રૂપિયાની અન્ય સામગ્રી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter