સ્વાઈન ફ્લુના કારણે ડાકોરમાં ભક્તો ઘટ્યા

Monday 09th March 2015 07:38 EDT
 
 

નડિઆદઃ સ્વાઇન ફ્લૂના હાહાકારની અસર ફાગણી પૂનમે ડાકોરમાં પણ જોવા મળી હતી. સામાન્ય રીતે દર વર્ષે અહીં અંદાજે ૧૨ લાખ લોકો ભક્તો દર્શન માટે આવે છે. પરંતુ આ વર્ષે માત્ર ૩૦ ટકા જ દર્શનાર્થીઓ આવતા ચાર લાખ યાત્રિકોથી ડાકોર ખાલીખમ લાગતું હતું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચોતરફ જોવા મળતો હતો. પરંતુ મંગળા આરતી બાદ ૯ કલાકથી આડબંધો પણ ખુલી ગયા હતા અને ક્રમશઃ શાંતિથી દર્શન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. દર્શનાર્થીઓનો પ્રવાહ સતત બપોરે ૩ કલાક સુધી ચાલુ રહ્યો હતો ત્યારબાદ જાણે મંદિર પરિસરમાં સ્મશાનવત શાંતિ વ્યાપી હોય તેવું જણાતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter