૧ લાખ પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાયાનો અંદાજઃ વતન પહોંચાડવા તૈયારી

Tuesday 28th April 2020 15:26 EDT
 

ગાંધીનગરઃ લોકડાઉન જાહેર કરાયા બાદ હજારો પરપ્રાંતીય મજૂરોને શેલ્ટર હોમમાં આશરો અપાયો છે. આ શ્રમિકો પોતાના વતનમાં પરત મોકલવાની માગણી કરી રહ્યા છે. મધ્ય પ્રદેશ સરકારે ભલામણ કરતા ગુજરાત સરકારે શામળાજી પાસેના શેલ્ટર હોમમાંથી ૨૦૫ શ્રમિકોને ૨૫મી એપ્રિલે જ એસટીની આઠ બસમાં મધ્ય પ્રદેશ જવા રવાના કર્યા હતા. આ જ રીતે સુરતમાંથી પણ ૮૦૦ જેટલા પરપ્રાંતીય મજૂરને વતન પરત મોકલવા માટે ૨૫મી એપ્રિલે સાંજથી એસટીની બસોને દોડવાઈ હતી.
અહીંયાના મજૂરોને ગુજરાતની બોર્ડર પર છોડી દેવાશે. ત્યારબાદ જે તે રાજ્યની સરકારે તેઓને પોતાના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. વતન મોકલતા પહેલા આ મજૂરોનું સ્ક્રિનિંગ સહિતનું મેડિકલ ચેકઅપ કરાઈ રહ્યું છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને ડાંગમાંથી ૨૦ હજાર મજૂરો ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા છે. શેરડીની કાપણી માટે આવેલા આ મજૂરોને પણ વતન મોકલાશે.
દાહોદ બોર્ડરથી ૫૦ હજારની વધુ મજૂરોને મોકલવાની યોજના
રાજ્યમાંથી એસ.ટી બસ દ્વારા દાહોદ થઇને આ મજૂરોને પીટોલ બોર્ડર લઇ જવાઈ રહ્યાં હોવાના અહેવાલ ૨૬મી એપ્રિલે મળ્યો હતો. ઝાબુઆ જિલ્લાના ૩૦ હજાર શ્રમજીવીઓ અને તેના પરિવારો સાથે આખા મધ્ય પ્રદેશના ૧ લાખ મજૂરો ગુજરાતમાં ફસાયા હોવાનો અંદાજ છે. દાહોદ થઇને પીટોલ બોર્ડર ઉપર ૫૦ હજાર જેટલા મજૂરો ધીમે ધીમે પહોંચી શકે તેવો અંદાજ તંત્ર દ્વારા લગાવાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter