અમદાવાદ: જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ યોજાયેલા વ્યસનમુક્તિ મહાકુંભને સારો એવો પ્રતિસાદ મળ્યો છે. આ રેલીમાં રાજ્યભરમાંથી અંદાજે ૩ લાખ જેટલા લોકો અમદવાદમાં ઉમટી પડ્યા હતા. મહાકુંભમાં ઠાકોર સમાજની વ્યસમુક્તિની અપીલ કરીને આ રેલીના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, ‘જો મને એક દિવસનો મુખ્યપ્રધાન બનાવાય તો હું રાજ્યમાંથી દારૂની બદીને નામશેષ કરી દઉં’
સમાજને લેવડાવેલા સંકલ્પો
• જ્યાં સુધી ભાઈ દારૂ પીવે ત્યાં સુધી બહેનો-માતાઓ તેને રાખડી ન બાંધે.
• વ્યસનમુક્ત ઘરને ઠાકોર સેના થાપા મારશે, જ્યાં થાપો ન દેખાય ત્યાં દીકરી ન આપશો.
• ઠાકોરોની જમીન ખોટી રીતે પડાવી લેવાઈ છે, આવું જે ઘર વ્યસનમુક્ત હશે તેને મદદ કરાશે.
• દરેક ગામડામાં ‘શિક્ષણ કુંભ’ મુકાશે, દરેક વ્યક્તિ તેમાં રોજનો એક રૂપિયો નંાખે
• આ ભેગા થયેલા પૈસામાંથી શૈક્ષણિક ક્રાંતિ કરાશે, એક વર્ષમાં સો કરોડ ભેગા થઈ જશે, જેનાથી સ્કૂલ બનાવીને સમાજનો ઉત્થાન કરાશે.
આનંદીબેન અને ભરતસિંહ સોલંકીએ પાઠવી શુભેચ્છા
ઠાકોર સમાજના વ્યસન મુક્તિ મહાકુંભને મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે તેમજ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શુભેચ્છા સંદેશ
પાઠવ્યો હતો. કાર્યક્રમને આવકારતા આનંદીબહેને નશાને સમાજનો સૌથી મોટો
દુશ્મન ગણાવ્યો હતો. તો આ તરફ પુરૂષોત્તમ રૂપાલા અને નીતિન પટેલે પણ કાર્યક્રમને બિરદાવ્યો હતો.


