નવી દિલ્હી: ભારત સરકાર દેશના ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા ૪૨ શહેરોને વાયુ પ્રદુષણનો સામનો કરવા ૨૨૧૭ કરોડ રૂપિયા આપશે. ગુજરાતના ૪ મુખ્ય શહેરો- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટને ૫૦-૫૦ કરોડ રૂપિયા આ હેતુથી મળશે. ૧૫મા નાણાપંચની ભલામણના આધારે, આ શહેરોની પાલિકાને આ નાણા અપાશે. પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે કોઇ પણ સમસ્યાનો સ્વીકાર કરવો તે સમાધાનની શરૂઆત છે.
આ આર્થિક સહાયમાંથી વાયુ પ્રદુષણ રોકવા માટે મલ્ટીલેવલ પાર્કિંગ, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન, સાઇકલ ઝોન, રિમોટ સેન્સિંગ આધારિત પીયુસી સિસ્ટમ, ૪ રસ્તા પર કુવારા, ખુલ્લા સ્થળે ઘાસ અને ગ્રીન કવર વધારવાના ઉપાય હાથ ધરાશે.


