મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પર ટાઇફોઇડ ફેલાયો

Friday 23rd April 2021 03:12 EDT
 
 

મહારાષ્ટ્રના નંદુરબારથી ૧૫ કિમી દૂર આવેલું છે શિવપુર ગામ. ગામમાં પ્રવેશતાં જ ચારેબાજુ દર્દીઓ પડેલા જોવા મળે છે. ક્યાંક તંબુમાં, ક્યાંક વૃક્ષ નીચે. ઝાડ સાથે બોટલ લટકેલી છે. કેટલાક ડોકટરો અને નર્સ પણ દર્દીઓની આજુબાજુ દેખાય છે. આ દર્દી કોરોનાથી સંક્રમિત નથી. અહીં ટાઈફોઈડને કારણે જીવન ખરાબ થઈ ગયું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ આવેલાં ૧૦-૧૨ ગામોને આ બીમારીએ ઝપેટમાં લઈ લીધા છે. કોરોના વચ્ચે આ રોગ ફાટી નીકળતાં લોકો ખૂબ જ ડરી ગયા છે. ૧૫ દિવસમાં ટાઇફોઇડના ૯૦૦થી વધુ કેસ નોંધાયા છે. ઘણા એવા પરિવાર છે, જેમાંના ૪-૫ સભ્યોને ટાઇફાઇડ થઈ ગયો છે. ગુજરાતના સાયલા, મોગરાણી, ટાકલી, ભીલભવાલી, નાસેરપુર અને મહારાષ્ટ્રના પીપલોદ, ભવાલી, વિરપુર, લોય ગામોના સેંકડો દર્દીઓ આવવાનો સિલસિલો ચાલુ જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter