મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષપદે નવીનભાઈ દવેની તાજેતરમાં વરણી થઈ હતી. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની પુનઃરચના કરવામાં આવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન વિનોદ તાવડે દ્વારા અકાદમીના વિવિધ પદ માટે પહેલી નવેમ્બરે કેટલાક નામોની ઘોષણા કરવામાં આવી હતી. એ મુજબ અકાદમીના અધ્યક્ષપદે મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીના ટ્રસ્ટી નવીનભાઈ દવેની નિમણૂક કરવામાં આવી હતી.

