મહિલાએ ચાર વર્ષમાં દુબઈની ૭૩ ટ્રીપ કરી રૂ. ૪૨૦ કરોડનું સોનું અમદાવાદમાં ઘુસાડ્યું

Wednesday 24th July 2019 07:30 EDT
 

અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં રહેતી એક મહિલાની કસ્ટમ વિભાગે તાજેતરમાં ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આ ખુલાસાઓથી કસ્ટમ, પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદની આ મહિલાએ નિખાલસપણે કબૂલાત કરી છે કે, તેણે છેલ્લા ચાર વર્ષમાં દુબઈની ૭૩ ટ્રીપ કરીને રૂ. ૪૨૦ કરોડનું ૧,૨૮૫ કિલો સોનું અમદાવાદમાં ઘુસાડયું હતું.
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એર પોર્ટ પર બેગેજ હેન્ડલર તરીકે ફરજ બજાવતા જીજ્ઞેશ સાવલિયાને કસ્ટમ્સના અધિકારીઓએ અમદાવાદમાં દાણચોરીનું સોનું ઘુસાડવામાં મદદ કરતા ઝડપી પાડ્યા બાદ અનેક પ્રકારના ઘટસ્ફોટ થયા છે. સોનાની દાણચોરી મામલે તાજેતરમાં સેટેલાઈટના બીમાનગર પાસેના જીવનધામ ફ્લેટ્સમાં રહેતી દિવ્યા ભુડિયા નામની મહિલાની પણ ધરપકડ કરાઈ હતી. એ પછી દિવ્યાએ ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં.
૩જી જૂને અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાઇટમાંથી ઉતરેલા લોકેશ શર્મા નામના પ્રવાસીની બેગ એરપોર્ટ બહાર બેગેજ હેન્ડલર જીજ્ઞેશ સાવલિયાને લઈ જતા કસ્ટમ્સના અધિકારીએ ઝડપી પાડ્યો હતો. જેમાં કસ્ટમના અધિકારીઓએ જીજ્ઞેશ સાવલિયા, લોકેશ શર્મા અને અખંડ જ્યોત જ્વેલર્સની દુકાનમાં કામ કરતા વિનેશ ઉર્ફે વિજય રાવલને ઝડપી લીધા હતા. તેઓની પૂછપરછમાં દાણચોરીનું મસ્ત મોટું રેકેટ હોવાનો ખુલાસો થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter