મહિલાઓને રૂ. ૧ હજારના ડાઉનપેમેન્ટથી ટેબ્લેટ

Wednesday 10th May 2017 08:31 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતની કન્યાઓ અને મહિલાઓ માસિક સરળ હપતેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ ખરીદી શકે તે માટે ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી સ્કીમની જાહેરાત કરાઇ છે. જેનું ઉદઘાટન બીજીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને તેમનાં પત્ની અંજલિબહેન રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિજય રૂપાણીએ નોટબુક મુક્ત ભણતરની અને વર્ચ્યુઅલ સ્કૂલની વાત કરી હતી.
ગુજરાતની કન્યાઓ અને મહિલાઓ માસિક સરળ હપતેથી સ્માર્ટફોન તથા ટેબ્લેટ ખરીદી શકે તે માટે ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી સ્કીમ જાહેર થઈ છે. મહિલા સશક્તિકરણના પ્રોજેક્ટ અંતર્ગત રૂપાણીની હાજરીમાં ગુજરાત કો-ઓપરેટિવ બેન્ક ફેડરેશન તથા ગુજરાત સ્ટેટ કો- ઓપરેટિવ બેન્ક દ્વારા નવી સ્કીમ જાહેર કરી હતી. જે અંતર્ગત કન્યાઓ તથા મહિલાઓને રૂ. ૧૦૦૦ના ડાઉન પેમેન્ટથી એક જાણીતી કંપનીના સ્માર્ટ ફોનના ૪ જુદા જુદા મોડેલ તથા ટેબ્લેટના ત્રણ મોડેલ ઓફર કરાશે. આ માટેનું પેમેન્ટ સાત માસના હપતામાં ૧ ટકા વ્યાજ સાથે વસૂલવામાં આવશે. આવતા માસમાં ૧ લાખથી વધુ કન્યાઓ મહિલાઓને સ્કીમનો લાભ અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter