મહિલાનું મોં દબાવી રૂ. ૨૦ લાખના દાગીનાની લૂંટ

Wednesday 01st November 2017 10:21 EDT
 

વડોદરાઃ શહેરના સુસેન-તરસાલી રોડ ઉપર પરમેશ્વર કોમ્પલેક્સમાં આવેલા આર. કે. જ્વેલર્સના શોરૂમમાં સોમવારે બપોરે ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે લૂંટારાઓએ દુકાનમાં રહેલી મહિલાનું મોં દબાવી નીચે પાડી દીધા બાદ ધસી આવેલા અન્ય ત્રણ લૂંટારાઓએ દુકાનમાંથી ૭૦ તોલા દાગીનાની લૂંટ ચલાવી હતી. ૨૦ લાખના દાગીના બેગમાં ભરીને પાંચ લૂંટારા સફેદ કલરની કારમાં ફરાર થઈ ગયા હતા. માત્ર ૧.૩૫ મિનિટમાં પાંચ લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. લૂંટારા દુકાનના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter