અમદાવાદઃ ‘મહીસાગરની આરે ઢોલ’ અને ‘અંબા આવો તો રમીએ’ જેવા પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી અમદાવાદ એરપોર્ટ સ્ટાફ અને પ્રવાસીઓ મન મૂકીને ચોથી ઓક્ટોબરે ઝૂમ્યા હતા. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડિંગની અંદર ગરબાનો રળિયામણો માહોલ જામ્યો હતો. પરોઢિયે સવા ચાર વાગ્યા સુધી ગરબા આ ગરબા જામ્યા હતા. એરલાઇન્સ કંપનીઓ અને ટ્રાવેલ એજન્ટોએ ટિકિટ બુકિંગ કરાવતા પેસન્જરોને જાણ કરી દેતાં ચોથી ઓક્ટોબરની રાત્રે મુસાફરી કરનારા મુસાફરો પૈકી કેટલાક ટ્રેડિશનલ ડ્રેસમાં જ એરપોર્ટ આવ્યા હતા. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચર અને એરાઇવલ બિલ્ડિંગમાં એરલાઇન્સ કંપનીઓએ ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રીનું આયોજન કર્યું હતું. જેમાં એરલાઇન્સનો સ્ટાફ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે રમ્યો હતો.


