મહુવાઃ તાલુકાના આસરાણા ખાતે સોમવારે ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા હતા. તેમણે જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી અદાણી અને અંબાણીના ચોકીદાર છે. ખેડૂતો, મજૂરો અને બેરોજગારોના ચોકીદાર નથી. અમે પાંચ કરોડ ગરીબોના ખિસ્સામાં દર વર્ષે ૭૨ હજાર રૂપિયા નાખીશું. જેનાથી લોકો ખરીદી કરશે. ફેક્ટરીઓ ચાલુ થશે અને હિન્દુસ્તાનના અર્થતંત્રનું એન્જિન દોડતું થશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેમણે દેશના ગરીબોને અન્યાય કર્યો છે તેની સામે અમે ન્યાય લાવ્યા છીએ. હવે પછી કોઈની આવક ૧૨ હજારથી ઓછી નહીં હોય.


