મહેસૂલ પ્રધાન કૌશિક પટેલની હાર્ટની સર્જરી

Wednesday 27th March 2019 07:29 EDT
 

ગાંધીનગર: મહેસૂલ પ્રધાન કૌશિક પટેલને હાર્ટની તકલીફ થતાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેમની એન્જિયોગ્રાફી કરાઈ હતી. કૌશિક પટેલને હાર્ટની બીમારી થોડી જટિલ હોવાથી મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આગામી દિવસોમાં બાયપાસ સર્જરી કરાશે તેવા અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ન્યૂમોનિયા થતાં તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ અને અન્ય પરીક્ષણો કરાયા હતા. તેમાં તેમને હાર્ટમાં કોઈ તકલીફ હોવાનું લાગ્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter