ગાંધીનગરઃ ૧૯૮૯ બેચના ગુજરાત કેડરના આઇએએસ અને મહેસૂલ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી કે. શ્રીનિવાસ ૫ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે. એડિશનલ સેક્રેટરીની પોસ્ટને ડાઉનગ્રેડ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે શ્રીનિવાસને નિમણૂક અપાઇ છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા શ્રીનિવાસ દિલ્હી જનાર ૧૬મા સનદી અધિકારી છે. બીજી તરફ ગુજરાત સરકારમાં અનુભવી અધિકારીઓની અછત છે. હાલ રાજ્યમાં ૭૪ આઇએએસ અધિકારીઓની ઘટ છે.


