ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના ધર્મપત્ની અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના માતુશ્રી વિમાળાબાનું ૮૮ વર્ષે ૨૪મીએ અવસાન થયું હતું. વિમળાબાની તબિયત ૨૨મીએ બગડતાં તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. ૨૪મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યે માધવસિંહ સોલંકીના સેક્ટર-૧૯મા આવેલા નિવાસસ્થાનેથી તેઓની અંતિમયાત્રા નીકળી હતી. તેમની અંતિમવિધિ સે-૩૦ સ્થિત મુક્તિધામમાં કરાઈ હતી. આઝાદી પહેલા બોસસદમાં સ્વાતંત્ર સૈનિક ઈશ્વરભાઈ ચાવડાના પરિવારમાં જન્મેલા વિમળાબહેન સ્વતંત્રતા મળ્યા પછીના સમયે સમાજ સુધારાની ચળવળમાં સક્રિય રહ્યાં હતાં.

