મારા પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન નથી આપ્યું એ જ એમની ખાસિયત

વિજય રુપાણીની પુત્રી રાધિકાનો સંવેદનાસભર પત્ર

Wednesday 15th September 2021 06:44 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પુત્રી રાધિકાએ તેમના પિતા માટે સંવેદનાસભર પત્ર ફેસબુકમાં પોસ્ટ કર્યો છે જે બહુ જ વાઇરલ થયો છે. તેણે પિતા માટે લખ્યું છે કે મારા પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યું નથી. પુત્રીએ પત્રમાં ઘર પરિવારની અંગત વાતો, સ્વભાવ અને રહેણીકરણી અને બીજી ઘણી બાબતો તેણે પોતાના શબ્દોમાં વર્ણવી છે. આ પત્રના અંશો...
‘કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઇના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરિઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમીત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ ૧૯૭૯ મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે.
આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી.
મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇને ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતકેમ્પમાં લોકો સાથે બેસાડી જમાડયા હતા. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેસકોર્સની પાળીએ કે થિયેટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમનો રિવાજ હતો.
સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ વિઝિટ ઇવન બિફોર મોદીજી વિઝિટેડ ધ પ્રિમાઇસીસ. મને સાથે લઇ ગયા હતા કે અમે રિયાલિટી અને લોકસંવેદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે ૨-૩૦ વાગ્યા સુધી જાગીને સીએમ ડેસ્કબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે.
વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા...
• કોઇનો પણ રાત્રે ત્રણ વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી.
• ઘરે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહીં માણસને ચા-નાસ્તો કરાવવાનો.
• હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો.
• પહેલા ભણવાનું અને પછી મોજમજા.
અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. પ્રોફેશનલ ઓર માસ્ટર ડિગ્રી વોઝ અ મસ્ટ ઇન અવર હાઉસહોલ્ડ. અમે ભણી અને પગભર થઇએ પછી જ વી વેર એલાઉડ ટુ ઇવન થીન્ક અબાઉટ અધર ટ્રાવેલ થીંગ્ઝ. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં સેટલ્ડ છીએ, અમે ડાઉન ટુ અર્થ છીએ, ઓલ થેન્ક્સ ટુ અવર પેરેન્ટ્સ.
આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતાં હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. એમ્બ્યુલન્સ મગાવશે. એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા ક્લિયર થિન્કીંગ અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.
કાલે મેં એક ન્યુઝ હેડલાઇન વાંચીઃ વિજયભાઇ, સોફ્ટ સ્પોકન ઇમેજ વર્ક્ડ અગેઇન્સ્ટ હીમ. મારે એક સવાલ પૂછવાનો છે એમને, શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલિનતા ન રાખવી જોઇએ? ઇઝ નોટ અ નેસેસરી ક્વોલિટી વી નીડ ઇન અ લિડર?
સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સોફ્ટ સ્પોકન ઇમેજ? જયાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલા ભર્યા છે. સીએમ ડેસ્કબોર્ડથી માંડીને લેન્ડ ગ્રેબીંગ એક્ટ, લવ જેહાદ, ગુજકોક, દારૂબંધી એના સબૂત છે પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુદ્રા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે? અમારા હાઉસહોલ્ડમાં ઘણી વાર ડિસ્કસન થયું છે કે જ્યારે આટલું બધું કરપ્શન, નેગેટિવીટી, ઇન્ડિયન પોલિટીક્સમાં પ્રિવલેન્ટ છે, ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ વીલ ઇટ સર્વાઇવ? વીલ ઇટ બી ઇનફ? પણ હંમેશા પપ્પાએ એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ ઇન્ડિયન મુવિઝ એન્ડ એઝ ઓલ્ડ પરસેપ્શનથી ગુંડા અને સ્વછંદી લોકો જેવી બનાવી દેવામાં આવી છે, આપણે એ જ પરસેપ્શન બદલવાનું છે.
પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવાદાવાને સમર્થન આપ્યું નથી. એ જ એમની ખાસિયત છે. આરએસએસ અને ભાજપના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સતાના લોભ વગર પદ છોડવું એ મોર કરેજીયસ ધેન એનિથીંગ એલ્સ!!
જય હિન્દ, ભારત માતાની જય
- રાધિકા રૂપાણી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter