મારા પિતાએ આત્મહત્યા નથી કરી, રાજકીય હત્યા થઈ છેઃ પરિવારનો વલોપાત

Friday 02nd December 2022 04:25 EST
 
 

અમદાવાદ: સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલના મૃત્યુને પોલીસ આત્મહત્યામાં ખપાવી રહી છે જ્યારે તેમની પત્ની અને દીકરી રાજેન્દ્રભાઈનું પોલિટિકલ મર્ડર થયાનો આક્ષેપ કરી રહ્યાં છે. પરિવારે પોલીસ તપાસ સામે પ્રશ્નો ઊભા કર્યા છે અને પોલીસે જાણી જોઈ પુરાવા નાશ કર્યાનો આક્ષેપ કર્યો છે. રાજેન્દ્રભાઈનાં પત્ની ગૃહિણી છે. તેમની એક દીકરી હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે, નાની દીકરી સાયન્સમાં અભ્યાસ કરે છે, દીકરો 10મા ધોરણમાં ભણે છે. આ ઘટનામાં ચૂંટણીપંચની પણ જવાબદારી હોવાનું પરિવારે કહ્યું છે.
રાજેન્દ્રભાઈનાં પત્નીએ કહ્યું કે, તે આત્મહત્યા ક્યારેય કરી શકે નહીં. તેમની સાથે ચોક્કસ અણબનાવ બનેલો છે. હું કોઈપણ હિસાબે ન્યાય મેળવીને રહીશ. તેમની દીકરીએ કહ્યું કે, તેમને કામનું સખત પ્રેશર હતું. અમે સીબીઆઇ તપાસની માગ કરી છે. રાજેન્દ્ર કેશવલાલ પટેલે નિર્મિત ફ્લોરા એપાર્ટમેન્ટના પાંચમા માળે બાલ્કનીમાંથી પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. સાણંદમાં એક મહિના પહેલાં રાજેન્દ્ર પટેલની પ્રાંત અધિકારી તરીકે બદલી થઈ હતી. તેઓ ફ્લોરા એપાર્ટમેન્ટમાં બી-402માં ભાડાના ફ્લેટમાં રહેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter