મારા માટે પહેલા દેશ, પછી પક્ષ, છેલ્લે હુંઃ અડવાણી

Wednesday 10th April 2019 06:18 EDT
 
 

ગાંધીનગરઃ લોકસભા બેઠક પરથી ટિકિટ કપાઈ ગયા બાદ ભાજપના વરિષ્ઠ નેતા અને પાર્ટીના માર્ગદર્શનક મંડળના સભ્ય લાલકૃષ્ણ અડવામીએ પહેલી વાર એક બ્લોગ લખ્યો છે અને પાર્ટીના કાર્યકરોને સંબોધીને લખવામાં આવેલા ૫૦૯ શબ્દોના આ બ્લોગમાં તેમણે પોતાના જીવનના માર્ગદર્શક સિદ્ધાંત વિશે લખ્યું છે કે મારા માટે પહેલા દેશ છે પછી પાર્ટી છે અને છેવટે હું છું. તેમણે બ્લોકમાં લખ્યું છે કે ૬ એપ્રિલે ભાજપ તેનો સ્થાપના દિવસ મનાવશે.
ભાજપમાં આપણા સૌ માટે આ અવસર છે કે આપણે પાછળ જોઈએ. આગળ જોઈએ અને આપણી ભીતર જોઈએ. ભાજપના સંસ્થાપકોમાંથી એકના નાતે મેં ભારતના લોકો સાથે મારા અનુભવ સેર કરવાને મારું કર્તવ્ય સમજ્યું છે. હું ગાંધીનગરના લોકો પ્રતિ મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ૧૯૯૧થી છ વાર તેમણે મને ચૂંટી કાઢ્યો છે.
૧૪ વર્ષની ઉંમરે હું આરએસએસમાં દાખલ થયો અને આશરે ૭ દશક સુધી મારું રાજકીય જીવન મારી પાર્ટી સાથે અવિભાજ્ય રીતે જોડાયેલું રહ્યું. પંડિત દીનદનાળ ઉપાધ્યાય, અટલબિહારી વાજપેયી સાથે કામ કરવાનો મને મોકો મળ્યો એ મારું સૌભાગ્ય છે. મેં હંમેશાં આ સિદ્ધાંતનું પાલન કરવાની કોશિશ કરી છે.
ભારતીય લોકશાહીનો સાર વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter