મુંદ્રાઃ તટરક્ષકદળ MSV કૃષ્ણ સુદામા નામના માલવાહક જહાજ ૧૨ ક્રૂ મેમ્બર સાથે મુંદ્રા બંદરેથી માલ ભીને દરિયાઇ સફર કરવા રવાના થયું હતું. દરમિયાન ઓખાથી ૧૦ નોટીકલ દૂર આ જહાજની અંદર પાણી ઘૂસવા લાગ્યું અને જહાજ ડૂબવા લાગ્યું હોવાનો ઓખા કોસ્ટ ગાર્ડને મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને ૧૨ ક્રૂ મેમ્બરને સહી સલામત બચાવી લેવાયા હતા.


