મિલન પટેલે અફવાઓ ફેલાવી મિલિયન ડોલરનો નફો રળ્યો હોવાનો આરોપ

Saturday 04th March 2023 11:43 EST
 
 

વોશિંગ્ટન: યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)એ ભારતીય અમેરિકન અને મૂળે ગુજરાતી મિલન વિનોદ પટેલ પર ગેરકાયદે ટ્રેડિગ દ્વારા 10 લાખ ડોલરથી વધુનો નફો મેળવવાના ઉદ્દેશથી 100થી વધુ અફવાઓ ફેલાવવાનો આરોપ મૂક્યો છે.
એસઇસીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે મિલન પટેલને ખબર હતી કે તેને જે અફવાઓ મળી છે તે જૂઠી છે, જેમાં મોટા ભાગે કોર્પોરેટ વિલય અથવા અધિગ્રહણ જેવી ખોટા સમાચાર સામેલ હતાં. પછી તેમણે નાણાકીય સમાચાર સેવાઓ, ચેટ રૂમ અને મેસેજ બોર્ડ પર પોતાના સંપર્કોમાં અફવાઓ ફેલાવી હતી. એસઇસીએ ટ્વિટ કરીને લખ્યું છે કે આજે મિલન વિનોદ પર ગેરકાયદે ટ્રેડિગ દ્વારા 10 લાખ ડોલરથી વધુનો નફો મેળવવાના ઉદ્દેશથી 100થી વધુ અફવાઓ ફેલાવવાનો આરોપ મૂક્યો છે.
મિલન વિનોદ પટેલે સ્ટોક ટ્રેડિંગ વેબકાસ્ટના હોસ્ટ માર્ક મેલનિકને પણ અફવાઓ શેર કરી હતી, જેમણે આ અફવાઓ તેમના પોતાના વેબકાસ્ટ ગ્રાહકો સાથે શેર કરી હતી.
ડિસેમ્બર, 2017 થી જાન્યુઆરી, 2020ની વચ્ચે 100થી વધુ અફવાના પ્રસારને કારણે સંબધિત કંપનીઓની સિક્યોરિટીઝની કિંમતોમાં અસ્થાયી ધોરણે વૃદ્ધિ જોવા મળી હતી. જેના કારણે પટેલને એવી સિક્યુરિટીઝમાં પોતાનું હોલ્ડિંગ વેચવા અને ગેરકાયદે વેપાર લાભમાં 10 લાખ ડોલરથી વધુની કમાણી કરવાની પરવાનગી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter