અમદાવાદઃ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો યુએસએ જાય છે. તેથી જ ડેલ્ટા એરલાઇન્સ દ્વારા ૨૪ ડિસેમ્બરથી મુંબઈથી ન્યૂ યોર્કના જ્હોન એ કેનેડીએ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી નવી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ શરૂ થવાથી મુસાફરોને ન્યૂ યોર્કથી સંપૂર્ણ ઉત્તર અમેરિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશોમાં જવા માટે પણ સીધી કેનેક્ટિવિટી મળી રહેશે. એરલાઇન્સ દ્વારા આ રૂટ પર ગોઇંગ ૭૭૭-૨૦૦ એલઆરએ એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે. આ ફ્લાઇટ સ્થાનિક સમય મુજબ મુંબઈથી બપોરે ૧૨.૫૦ વાગે ઉપડી સવારે ૬.૩૫ લાગે ન્યૂ યોર્ક પહોંચશે જ્યારે ન્યૂ યોર્કથી સવારે ૯.૧૫ વાગે ઉપડી મુંબઈ રાતે ૧૦.૫૦ વાગે પહોંચશે.

