મુખ્ય પ્રધાનના કાફલાને અકસ્માત

Wednesday 01st May 2019 07:34 EDT
 

ખેડબ્રહ્મા: અંબાજી હાઈવે પર ૨૫મી એપ્રિલે સવારે અંબાજીથી પરત ફરી રહેલો મુખ્ય પ્રધાનનો કાફલો આગિયા ગામ નજીક પસાર થઈ રહ્યો હતો ત્યારે જીપ આગળ જંગલી ભૂંડ આવી જતાં પોલીસ જીપ રસ્તા પરથી ફંગોળાઈ હતી અને સાઇડમાં ઊભી રહેલી પેસેન્જર જીપની પાછળ ટકરાઈ હતી. જોકે આ ઘટનામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને કોઈ ઇજા થઈ ન હતી, પરંતુ ૩ પોલીસકર્મી સહિત આઠને ઈજા પહોંચી હતી. આ અકસ્માત સર્જાતાં લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ બોલાવી ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter