ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલના નાના બહેન મંજુલાબહેન પટેલનું ૨૯મી મેએ અવસાન થયું હતું. તેઓ આનંદીબહેનથી બે વર્ષ નાના ૭૩ વર્ષનાં હતાં. એમને બ્રેઈન સ્ટ્રોક આવતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ સમાચાર મળતાં આનંદીબહેન સ્વર્ણિમ સંકુલ ખાતે કલેક્ટર્સ કોન્ફરન્સ પૂરી કરી હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે મંજુલાબહેન ઉપર બ્રેઈન સ્ટ્રોકનો હુમલો ઘાતક નીવડયો હતો. આનંદીબહેને મંજુલાબહેનની દીકરીઓને તથા અમેરિકાથી આવેલા દીકરાને મંજુલાબહેનના અંગદાન માટે આગ્રહપૂર્વક સમજાવ્યા હતા અને મંજુલાબહેનના લીવર તથા કિડની તુરંત જ અન્યને ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા.
રવિવારે સવારે સિદ્ધપુરના મુક્તિધામમાં આનંદીબહેન તથા પરિવારજનોની હાજરીમાં મંજુલાબહેન પટેલના અંતિમ સંસ્કાર કરાયા હતા.


