મુખ્ય પ્રધાનની યુવા ઉદ્યોગપતિઓ સાથે બેઠક

Wednesday 10th May 2017 08:30 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતના વિકાસમાં યુવા ઉદ્યોગપતિઓ શું ફાળો આપી શકે અને તેઓ તેમાં શું યોગદાન આપી શકે? તે અંગેની ભવિષ્યની યોજનાઓ અંગે ત્રીજીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના બંગલે ગુજરાતના યુવા ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી. યંગ ગુજરાત ફોર ન્યૂ ઈન્ડિયા વિષય પર મુખ્ય પ્રધાનના આમંત્રણને માન આપીને રિલાયન્સ, અદાણી અને અરવિંદ જૂથના યુવા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગ, સુરતનાં હીરાના વેપારીઓ પણ બેઠકમાં આવ્યા હતા. સ્ટેજ પર મુખ્ય પ્રધાન રૂપાણી, ડેપ્યુટી મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ચીફ સેક્રેટરી જે. એન. સિંહ બેઠકમાં હાજર હતા. મુખ્ય પ્રધાનના બંગલાના ગાર્ડનમાં ટેબલ ગોઠવાયા હતા અને દરેક ટેબલ પર એક પ્રધાન અને જે તે વિભાગના સચિવ હતા.
યુવા ઉદ્યોગપતિઓએ તેમના વિચારો મુક્તમને રજૂ કર્યા હતા. કેટલાક ઉદ્યોગપતિઓએ બિઝનેસમાં પડી રહેલી મુશ્કેલીઓ, સરકારમાંથી મંજૂરી મેળવવાની પ્રક્રિયા સરળ કરવા સહિતની વાતો કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter