મુખ્ય સચિવ અનિલ મુકિમનો કાર્યકાળ ૬ માસ માટે લંબાવાયો

Friday 21st August 2020 15:26 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે તાજેતરમાં મોકલેલી દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજૂર રાખવા સાથે મુખ્ય સચિવ અનિલ મુકિમનો કાર્યકાળ છ મહિના માટે લંબાવાયો છે. હવે મુકિમ ફેબ્રુઆરી-૨૦૨૧ના અંત સુધી મુખ્ય સચિવપદે રહેશે.
આ દરમિયાન જો વિધાનસભાની આઠ ખાલી બેઠકોની પેટાચૂંટણી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી તથા જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ યોજાય તો તેની જવાબદારી તેઓ નિભાવશે. જોકે અગાઉ મુકિમે પોતે એક્સટેન્શન ન ચાહતા હોવાનું જણાવ્યું હતું. કોરોના સંક્રમણની સ્થિતિના કારણે તેમનો કાર્યકાળ લંબાવાયો હોવાનું જણાવાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter