અમદાવાદઃ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તેમજ ગણિવર્ય પ્રશાંતસાગરજી મહારાજના મોટાભાઈ મુનિ પદ્મરત્નસાગરજી મહારાજ બ્રાહ્મમુહૂર્ત સમયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે. પુષ્પદંત જૈન સંઘ - સેટેલાઈટથી ૨૭મી જુલાઈએ બપોરે પદ્મરત્નસાગર સૂરીશ્વરજીની પાલખીયાત્રા નીકળી હતી. પાલખીયાત્રા પુષ્પદંત જૈન સંઘથી નીકળી વેજલપુર મકરબા રોડ પહોંચી, જ્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. તેઓનો જન્મ કડી ખાતે ૧૯૬૭ના વર્ષમાં થયો હતો. નાનાભાઈ ગણિવર્ય પ્રશાંતસાગરજી મહારાજની વડીદીક્ષા પ્રસંગે તેમનામાં દીક્ષાના ભાવ જાગ્યા હતા. મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થના પરિસરમાં વર્ષ ૧૯૮૭માં દીક્ષા અંગિકાર કરી રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીના શિષ્ય તરીકે દીપકમાંથી મુનિ પદ્મસાગરજી બન્યા હતા.

