ગાંધીનગરઃ અમરાઈવાડીમાં વિશ્વ હિંદુ પરિષદની રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ માટે નવમીએ વિરાટ ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં ૫૦થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા અને સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. ધર્મસભામાં કહેવાયું હતું કે, મુસ્લિમ શાસકોએ અયોધ્યામાં રામ મંદિર જ નહીં દેશના સેંકડો મંદિરોને તોડી પાડીને મસ્જિદનું નિર્માણ કર્યું હતું. તેમાં અમદાવાદની જામા મસ્જિદ અને રાણી રૂપમતિની મસ્જિદનો પણ સમાવેશ થાય છે. આ બંને મસ્જિદો હાલમાં જ્યાં છે ત્યાં પણ સદીઓ અગાઉ મંદિરો જ હતા તેવો દાવો ધર્મસભામાં કરાયો હતો.