અમદાવાદઃ અમદાવાદ - ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાયણ પહેલાં કરી શકે છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો ૨૮ કિમી લાંબો અને સંપૂર્ણ એલિવેટેડ રૂટ ધરાવતો હશે તે જાન્યુઆરી-૨૦૨૦માં શરૂ થવાનો હતો, પરંતુ કેટલાક અડચણરૂપ કારણોસર આ તબક્કો શરૂ થયો નહોતો. જોકે આ પ્રોજેક્ટ માટેના ટેન્ડર હવે બહાર પડી ગયાં છે. આ ઉપરાંત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટેન્ડર પણ નક્કી થઇ ગયાં હોવાથી તેનું ખાતમુહૂર્ત પણ વડા પ્રધાનના હસ્તે થશે.

